પાકિસ્તાન ફરી એકવાર હલકટાઈ પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાન ભારતીય રાજદ્વારીનું હળાહળ અપમાન કર્યું છે. પાકિસ્તાનમાં તૈનાત ભારતીય હાઈકમિશ્નર અજય બિસારિયાને ગુરૂદ્વારામાં દર્શન માટે જતા અટકાવવામાં આવ્યાં હતાં.

નવાઈની વાત એ છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી તેમને ગુરૂદ્વારામાં જવાની મંજૂરી હોવા છતાંયે અધિકારીઓએ તેમને અટકાવ્યા હતાં. ભારતીય રાજદ્વારીનું અપમાન કરવામાં આવ્યું હોય એવો આ બીજો કેસ છે.

આ અગાઉ પણ બિસારિયાને એપ્રિલમાં ગુરૂદ્વારા પંજા સાહિબમાં દર્શન કરતા રોકવામાં આવ્યાં હતાં. તે સમયે તેમણે ઈવેક્વી ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાની ઓથોરિટીએ આના માટે સુરક્ષાના કારણોને જવાબદાર ઠેરવ્યા હતાં.

ત્યાર બાદ વધુ એકવાર પાકિસ્તાનમાં તૈનાત ભારતીય હાઈકમિશ્નર અજય બિસારિયાને રાવલપિંડી નજીક ગુરૂદ્વારા પંજા સાહિબમાં દર્શન કરતા અટકાવવામાં આવ્યાં હતાં. આ ઘટના ગઈ કાલે ઘટી હતી. આ મામલે બંને પક્ષોના હાઈકમિશ્નરોએ પોતાના તરફથી સ્પષ્ટતા કરી છે.