પાકિસ્તાને કરાચી અને લાહોરની હવાઈ પટ્ટી 13 દિવસ માટે બંધ કરવાની ઘોષણા કરી છે. ઓપરેશનલ કારણ દર્શાવતાં પાકિસ્તાન આઠ ઓક્ટોબરથી બંને શહેરોની હવાઈ પટ્ટી બંધ કરશે.

પાકિસ્તાનના આ બંને શહેરોની હવાઈ પટ્ટી ભારે મહત્વની ગણાય છે. બંને શહેરોની હવાઈ પટ્ટી 13 દિવસ સુધી 18 કલાક બંધ રહેશે. વિશેષજ્ઞોના મતાનુસાર પાકિસ્તાની કમર્શિયલ વિમાનો માટેની આ હવાઈ પટ્ટી એરફોર્સના યુદ્ધ અભ્યાસ માટે રદ કરાઈ હોવાની શક્યતા છે.

વિશેષજ્ઞોએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં આ પ્રકારના સૈન્ય અભ્યાસ ચાલતા જ રહે છે, પરંતુ આટલા લાંબા સમયુ સુધી એરપોર્ટ બંધ કરવા અસાધારણ બાબત છે. અગાઉ પાકિસ્તાનને બંને શહેરોની હવાઈ પટ્ટી પર વિદેશી વિમાનોના ઉડ્ડયન માટેની ઊંચાઈમાં વધારો કર્યો હતો, પરંતુ હવે બંને મહત્વના શહેરો કરાચી તથા લાહોરની હવાઈ પટ્ટી બંધ કરવાનો એકાએક નિર્ણય લઈ જોરદાર આંચકો આપ્યો છે.