પાકિસ્તાને આખરે યુએનના આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની નાપાક હરકત બતાવી હતી. યુએનમાં પાકિસ્તાનની એમ્બેસેડર મલિહા લોધીએ સુષ્મા સ્વરાજના ભાષણ પર પોતાનો જવાબ આપતા યુએનને ગૂમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ખોટા બોલા પાકિસ્તાનના યુએન ખાતેના સ્થાયી મિશનના પ્રતિનિધિ મલિહા લોધીએ પણ વૈશ્વિક મંચ પર જૂઠ્ઠાણું ચલાવ્યું છે. બેશરમીથી જૂઠ્ઠું બોલતા જમ્મુ-કાશ્મીરની વાત કરતા પાકિસ્તાનના રાજદૂત મહિલા લોધીએ યુએનની મહાસભાની બેઠકમાં નાટકીય રીતે એક મહિલાની તસવીર દેખાડી હતી.

પરંતુ પાકિસ્તાનના રાજદૂત મલિહા લોધીના જૂઠ્ઠાણાંનો પર્દાફાશ થયો છે. તેમણે યુએનમાં દર્શાવેલી તસવીર કાશ્મીરી મહિલાની ન હતી અને તે પેલેટ ફાયરની ભોગ બનેલી પણ ન હતી. લોધીએ દર્શાવેલી તસવીર 2014માં ગાઝા ખાતેના હુમલામાં ઘવાયેલી 17 વર્ષીય કિશોરી રાવયા અબુ જોમાની હતી. મલિહા લોધીએ દર્શાવેલી તસવીર હૈદી લેવિન દ્વારા લેવામાં આવી હતી.