ગુજરાત સરકારે દારૃબંધીને દુરસ્ત કરવાના નામે એપ્રિલ- ૨૦૧૮થી નવી પરમીટ આપવા અને હયાત પરમીટની રિન્યુઅલની પ્રક્રિયા સ્થગિત કરી છે. ૧૦૦ દિવસ વિતવા છતાંયે ગુજરાત સરકાર હજુ સુધી આરોગ્ય સંબંધિત દારૃની પરમીટ કે રિન્યુઅલની બાબતે નવા નિયમો તૈયાર કરી શકી નથી.

નિવૃત સૈનિકોને આઝાદી પહેલેથી જ દારૂની પરમીટ આપવામાં આવે છે. તેમને બજારમાંથી દારૂ ખરીદવાનો હોતો નથી. તેઓને સૈનિકોની કેન્ટીનમાંથી જ દારૂની ખરીદી તેમના કવોટા કનિદૈ લાકિઅ પ્રમાણે કરવાની હોય છે. ત્યારે ગુજરાતની બીજેપી સરકાર આ પ્રકારે દારૂની પરમીટ નિવૃત સૈનિકો રદ કરી શકે નહીં. માર્ચ ૨૦૧૮થી જ ગુજરાતમાં પૂર્વ કનિદૈ લાકિઅ સૈનિકોની અકિલા દારૂની પરમીટ રદ કરાઈ છે. ત્યારે રોષે ભરાયેલા નિવૃત સૈનિકોએ સરકારની નશાબંધી નીતિની પણ આકરી ટીકા કરી હતી.

ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં હેલ્થ પરમીટ ધારકોને દારૂ આપવાની પરમીટ આપવાની નિયમ પ્રક્રિયા સુધારણા હેઠળ છે. પરંતુ એક્સ સર્વિસમેનોને અપાતી હેલ્થ પરમીટ માટે અગાઉની કાર્યપદ્ધતિને અનુસરીને જ પરમીટ આપવામાં આવશે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, ગુજરાતમાં પરમીટ ધારકોમાં નિયમ પ્રક્રિયામાં સુધારણા કરી ખરેખર હેલ્થ પરમીટ મેળવવા પાત્ર સિવાયના લોકો હેલ્થ પરમીટ ન અપાય તે હેતુસર આ પ્રક્રિયા સુધારણા હેઠળ છે. નવી પદ્ધતિ અમલમાં ન આવે ત્યાં સુધી નવી હેલ્થ પરમીટ આપવાની કે રીન્યુ કરવાની કામગીરીને કામચલાઉ ધોરણે સ્થગિત કરાઇ છે. પરંતુ લશ્કરીદળોના નિવૃત સભ્યો (એક્સ સર્વિસમેન)ને અપાતી હેલ્થ પરમીટ અંગે કાયદાકીય હાલની પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરવામાં આવે છે.