ગુજરાતમાં આવેલી IIMAના નવા ચેરમેન તરીકે ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાની વરણી કરવામાં આવી છે. અમદાવાદના અમદાવાદના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની નવા ચેરમેન પદે જાહેરાત કરી છે.

તેઓ હવે IIMA BOG અને તેની સોસાયટીના ચેરમેન છે. જો કે અમદાવાદ આઈઆઈએમના ચેરમેન પદની રેસમાં એચડીએફસીના ચેરમેન દિપક પારેખ અને ઈંફોસિસના ચેરમેન આર. સેશાસયિના નામ હતા. બિરલા હાલ આઈઆઈટી દિલ્લીના ચેરમેન પણ છે. તેઓ ત્રણ વર્ષ માટે આઈઆઈએમના ચેરમેન રહેશે.

ઉલ્લેખનીય છે કે એલએન્ડટીના ચેરમેન એએમ નાયકે સમયના અભાવના કારણે આઈઆઈએમના ચેરમેન પદેથી ગત ડિસેમ્બરમાં રાજીનામુ આપ્યુ હતું. જે બાદ ઝાયડસ કેડિલાના સીએમડી પંકજ પટેલને આઈઆઈએમના વચગાળાના ચેરમેન બનાવાયા હતા.