હજુ પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની અછત છે. જ્યાં ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા અે પાણી છે. પાણી વિના પાક સૂકાઈ રહ્યો છે. ગુજરાતમાં નર્મદાના ઉપરવાસ વિસ્તારમાં વરસાદ થતાં ગુજરાત માટે સૌથી મોટી રાહત થઈ છે.

જેને પગલે ગુજરાતના ખેડૂતો માટે હાલમાં સૌથી મોટી જાહેરાત નીતિનભાઈ પટેલે કરી છે. ગઈકાલે કેબિનેટમાં પણ અા મામલાની ચર્ચા થઈ હતી. અા અંગે પ્રતિક્રિયા અાપતાં નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા ડેમમાં હાલમાં 1.10 લાખ ક્યુસેક પાણીની અાવક અાવતાં તેની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. પાણીના જથ્થા અાધારે વાત થાય તો નર્મદાની સપાટી 104 મીટરથી નીચે ગઈ ત્યારે ડેમમાં 1000 mcft પાણીનો જથ્થો હતો. હાલમાં 23,000 mcft પાણીનો જથ્થો છે. ગયા વર્ષે અા સમયગાળામાં નર્મદા ડેમની સપાટી 123 મીટરે હતી. હાલમાં 116 મીટરે છે. અામ 7 મીટર પાણીની સપાટી નીચી છે.

અા સ્થિતિમાં નર્મદામાંથી પાણી અેક વર્ષ સુધી ખેડૂતોને અાપી શકાય તેવી સ્થિતિ ન હોવા છતાં હાલમાં 3,000 ક્યુસેક પાણી નર્મદાની કેનાલમાં છોડાઈ રહ્યું છે. જેમાં વધારો કરીને 8,000 ક્યુસેક કરાયું છે. જેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ્યાં વરસાદ નથી ત્યાંના ખેડૂતોને રાહત છે. ખેડૂતો માટે નીતિનભાઈ પટેલની અા સૌથી મોટી ગિફ્ટ છે કે કેનાલમાં પાણી છોડવામાં વધારો કરાયો છે. જેને પગલે સૂકાતા પાકને બચાવી શકાશે. ગુજરાતમાં 75 લાખ હેક્ટરથી વધુમાં ખરીફ વાવણી થઈ છે.