પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે દેશના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની રાજકારણમાં પરત ફરવાની ઈચ્છા પર પાણી ફેરવી દીધું છે. સુપ્રીમ કોર્ટે પનામા પેપર્સ કેસ મામલે ચુકાદો આપતા કહ્યું હતું કે ગયા વર્ષે આ સંદર્ભે નવાઝ શરીફ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ આજીવન રહેશે. તેઓ જાહેર પદ પર રહેવા માટે અયોગ્ય છે.

DAWN.COMમાં છપાયેલા સમાચાર પ્રમાણે નવાઝ શરીફ પાકિસ્તાનના બંધારણની કલમ 62 (1) એફ પ્રમાણે જાહેર પદ પર રહેવા માટે અયોગ્ય ઠરે છે. આ કલમ પ્રમાણે પાકિસ્તાનની સંસદના કોઈ હોદ્દા પર રહેનાર વ્યક્તિ પ્રામાણિક અને ઈમાનદાર હોવો જોઈએ. આ અતંર્ગત નવાઝ શરીફને ગયા વર્ષે વડાપ્રધાન પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...