વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાનું લોકાર્પણ માટે કેવડિયા કોલોની પહોંચ્યા છે. વડાપ્રધાને પોતાના 68માં જન્મ દિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે કરી હતી. મોદીએ વહેલી સવારે ગાંધીનગરે તેમની માતા હિરાબાના આશીર્વાદ લીધા હતા.

જોકે ખરાબ હવામાનના કારણે વડાપ્રધાનના હેલિકોપ્ટરનું ડભોઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યાંથી મોદી રોડ મારફતે કેવડિયા પહોંચ્યા હતાં. જ્યારે નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ કેવડિયામાં વરસાદ શરૂ થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, જળસંશાધન મંત્રી નિતિન ગડકરી સહિતના મહેમાનો હાજર રહેશે.

વડાપ્રધાન સાધુબેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું પણ નિરિક્ષણ કરશે. ડેમના 30 દરવાજા અડધો મીટર ખોલી નર્મદાને વહેતી કરાશે. 100થી વધારે ભૂદેવો હાજર રહી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અને મહાઆરતી કરવામાં આવશે.