હાર્દિક પટેલે અનામત પ્રેસકોન્ફરન્સ કરીને કોંગ્રેસ દ્વારા અનામત આપવાની ફોર્મ્યૂલા આપી હોવાની જાહેરતા કરી હતી. ઉપરાંત કોંગ્રેસની આ ફોર્મ્યૂલાને પાટીદાર સમાજના અગ્રણીઓની સહમતી સાથે સ્વીકારી હોવાની જાહેરાત કરી છે.

ત્યારે બાદ ખોડલધામ અને ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નિવેદન સામે આવ્યા છેકે હાર્દિકે તેમને વિશ્વાસમાં લીધા વગર જ આ જાહેરાત કરી છે. આ ઉપરાંત હાર્દિક પટેલે કરેલી પ્રેસ બાદ ગુજરાતના નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રેસકોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ કોંગ્રેસના આદેશ પ્રમાણે બોલે છે. પાસનો મુખ્ય મુદ્દો પાટીદારોને ઓબીસીમાં સમાવવાનો હતો.

આમ કોંગ્રેસનો અસલી ચહેરો બહાર આવ્યો છે. હાર્દિક આધ્યાત્મક ગુરૂની જેમ વાત કરી રહ્યો હતો. કોંગ્રેસે આપેલો પત્ર હાર્દિકે પ્રેસકોન્ફરન્સમાં વાંચી હતી. આમ કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગાય છે. મુર્ખાઓએ દરખાસ્ત આપી અને મુખ્યાઓએ દરખાસ્ત સ્વીકારી હોવાનું ડે. CM નીતિન પટેલે જણાવ્યું હતું.