કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે અમેરિકાની પ્રિંસ્ટન યૂનિર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સંવાદમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું મોદી સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ થઈ રહી છે.

રાહુલ ગાંધીએ રાજનીતિક પ્રણાલીને કેન્દ્રીયકરણ અને અોછી રોજગારની તકને ભારતની કેન્દ્રની સમસ્યા ગણાવી હતી. શિક્ષા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઓછા બજેટ પર પણ રાહુલે ઈશારો કરતા કહ્યું, જેટલી નોકરીનું સર્જન થવું જોઈએ તે નથી થઈ. નોકરીની તક ઊભી કરવું સૌથી મોટા પડકારમાં છે.

દરરોજ બજારમાં 30,000 બેરોજગાર યુવકો આવી રહ્યા છે. પરંતુ રોજગારીની માત્ર 400ને મળે છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઈન ઇન્ડિયા યોજના પર કહ્યું કે, મારા વિચાર પ્રમાણે, મેક ઈન ઈન્ડિયાનું લક્ષ્ય નાના નાના ઉદ્યોગોને લાભ આપવો જોઈએ. પરંતુ હાલમાં મોટા ઉદ્યોગોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.