ચીઝના ચાહકોએ હવે ચીઝ ખાતી વખતે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. જે રીતે ચીઝ કોલેસ્ટરોલ વધારે છે એમ તેમાં રહેલું કેલ્શિયમ પણ શરીરના ફેટને ઓછું કરવામાં મદદરૂપ થયું છે. આ ઉપરાંત દિવસમાં એક વખત ચીઝ ખાવાથી હાર્ટ એટેક અને હૃદયરોગનું જોખમ ઘટે છે.

એવું ફૂડ પર થયેલા એક અભ્યાસમાંથી જાણવા મળ્યું છે. દરરોજનું માત્ર ૪૦ ગ્રામ ચીઝ ખાવાથી જોખમમાં ૧૪ ટકાનો જ્યારે સ્ટ્રોકમાં ૧૦ ટકાનો ઘટાડો થાય છે. આ અભ્યાસમાં ચીઝ જમ્યા બાદ શરીર પર થતી તેની અસર પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. ફ્રાન્સમાં જે લોકો ડાયેટ ફોલો કરે છે તેઓ પોતાના આહારમાં ચીઝ લે છે. જેનાથી હૃદયરોગનું જોખમ ઓછું રહે છે. ચીઝ શરીર માટે ઉપયોગી કોલેસ્ટરોલમાં વધારો કરે છે જ્યારે ચીઝમાં રહેલા કેલ્શિયમથી ખોટી ચરબીમાં ઘટાડો થાય છે. તેમાં મોટી માત્રામાં સેચ્યુરેટેડ ફેટ હોય છે.

જ્યારે તેમાં રહેલું એસિડ ધમનીની ક્રિયામાં આવતા વિઘ્નને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ પહેલાં બ્રિટનમાં થયેલા એક અભ્સાસમાં પુરવાર થયું હતું કે, રોજ થોડું ચીઝ ખાવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે. યુરોપમાં થયેલા એક અભ્યાસ અનુસાર ચીઝને હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. અગાઉ થયેલા અભ્યાસમાં આ વાતનો ઉલ્લેખ થયો હતો કે, ડેરી પ્રોડક્ટ શરીરમાં ફેટ વધારે છે પરંતુ આ એક માન્યતા છે. દૂધ, દહીં, ચીઝને સંપૂર્ણ ત્યાગ કરવાથી શરીરને નુકસાન થાય છે.