અરબાઝથી અલગ થયા પછી મલાઈકા અરોરા ઘણીવાર સ્ટાઇલીશ અંદાજમાં નજર આવે છે. તાજેતરમાં મલાઈકા બાંદ્રા સ્થિત એક સલૂનની બહાર નજર આવી હતી. તે દરમિયાન મલાઈકાએ ફક્ત વ્હાઈટ ઓફ શોલ્ડર ટોપ પહેર્યું હતું. તે દરમિયાન મલાઈકા વધારે હોટ અંદાજમાં નજર આવી હતી.

મલાઈકા પોતાની જાતને ફિટ રાખવા માટે દરેક પ્રયત્ન કરતી હોય છે. મલાઈકા યોગથી લઈને એરોબિકસ કરતી હોય છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે.

મલાઈકા અરોડા અને અરબાઝ ખાન કાયદેસર અલગ થઇ ગયા છે. બાંદ્રા ફેમિલી કોર્ટ પહોચ્યા હતા. જ્યાં તલાકની પ્રક્રિયા પછી તેઓ લીગલી અલગ થઇ ગયા હતા.

અરબાઝ-મલાઈકાનાં વકીલ ક્રાંતિ સાઠે અને અમૃતા સાઠે તેમના તલાકની ખબર કન્ફર્મ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પુત્ર અરહાન મલાઈકાની સાથે રહેશે, જ્યારે અરબાઝને તેને મળવા માટેની અનુમતિ રહેશે.