ચર્ચાઓમાં ચાલી રહેલી ફિલ્મ ‘લવ સોનિયા’નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. આ ફિલ્મની વાર્તા એક 17 વર્ષની છોકરી પર છે, જે પોતાની બહેનને સેક્સ ટ્રાફિકિંગનાં ભરડામાંથી બચાવવા નીકળે છે.

બે બહેનો વચ્ચેનો પ્રેમ ભરેલો સંબંધ અને પછી દેહવ્યાપારમાં તેને ધકેલવાની વાર્તાને આ 2 મિનિટનાં ટ્રેલરમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં ઝી ટીવીનાં જાણીતા શો ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળેલી મૃણાલ ઠાકુર મુખ્ય પાત્રમાં જોવા મળી રહી છે.

આ સાથે ફિલ્મમાં રાજકુમાર રાવ, મનોજ બાજપેયી, ફ્રીડા પિંટો, આદિલ હુસૈન, અનુપમ ખેર જેવા ઘણા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓ પરથી પ્રેરિત છે. ટ્રેલરમાં દેહવ્યાપારનાં કાળા સત્યને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.