લીઝા હેડને પોતાના સોશિયલ મિડિયા ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેણે ખ્રિસ્તી રીત રસમથી લગ્ન કરી લીધા છે. દિવાળી દરમિયાન પોતાની આ તસવીર શેર કરી પોતાના ફેન્સને એક ભેટ આપી છે.

લીઝા હેડને પોતાના બોયફ્રેન્ડ ડીનો લાલવાની સાથે લગ્ન કરી લીધા છે. એકબીજાને લાંબા સમયથી ડેટિંગ કરી રહેલા આ કપલે દિવાળીના દિવસે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પોતાના પરિવાર અને નિકટના મિત્રોની હાજરીમાં ગુપચુપ લગ્ન કરી લીધા છે.

લીઝા હેડને સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ પર લગ્ન કરેલી તસવીરો શેર કરી છે. ડિઝાઇનર માલિની રમણે પણ લીઝાના લગ્નના ફોટો સોશિયલ વેબસાઇટ પર શેર કર્યા છે. લીઝા ખૂબ જ ખુશ નજરે પડી રહી છે.