કોળી સમાજના માંઘા આગેવાન રાજુ સોલંકીએ ભાજપમાં જોડાતા ફરીથી રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. અને વિધિવત રીતે ભાજપમાં જોડાયાની જાહેરાત કરી. રાજુ સોલંકી ભાવનગરમાં કોળી સમાજના આગેવાન છે.

જો કે મહત્વની વાત એ છે કે રાજુ સોલંકી હજુ ગત અઠવાડિયે જ કોંગ્રેસમાં જોડાયા હતાં. 5મી નવેમ્બરે જ કોંગ્રેસ ભવનમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓની હાજરીમાં પ્રભારી અશોક ગેહલોતે ખેસ પહેરાવીને તેમને આવકાર્યા હતા.

રાજુ સોલંકીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને ભાજપના નેતા પુરુષોતમ સોલંકી સામે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી હતી. જે બાદ રાજુ સોલંકીએ કોંગ્રેસનો ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા હતા. તો માત્ર પાંચ દિવસના ગાળામાં કોંગ્રસેનો ખેસ ઉતારીને ભાજપનો ખેસ ધારણ કરી લેતા અનેક તર્કવતર્કો થઈ રહ્યા છે.