ઈન્ડિયા કાવાસાકી મોટર્સે તેના રેટ્રો અને ક્લાસિક બાઈક Z900RSને નવા બ્લેક રંગનાં અવતાર લોન્ચ કર્યો છે, જેની એક્સ શોરૂમની કિંમત 15.3 લાખ રૂપયા છે. આ બાઈકને ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવી હતી. તે સમયે આ બાઈક ફક્ત ઓરેન્જ કલરમાં જ લૉન્ચ કરવામાં આવી હતી. Z900RS બાઈકની ડિઝાઈન 1970માં આવનારી Z1 બાઈક જેવી હતી અને આ બાઈકની ટેક્નીક Z900 સ્ટ્રીટફાઈટર બાઈક જેવી મૅાડર્ન છે.

ઈન્ડિયા કાવાસાકી મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર Yutaka Yamashita ના પ્રમાણે, ભારતમાં આ બાઈકને લૉન્ચ કરવી એ બહું મોટી ઉપલબ્ઘી છે, કારણ કે જાપાનમાં આ બાઈકને મર્યાદિત સ્ટોકમાં બનાવવામાં આવ્યા છે, આ બાઈકને ભારતમાં પોઝિટિવ રેસ્પૉન્સ મળ્યો હતો અને તે જ કારણે આ બાઈકને બ્લેક કલરમાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

Kawasaki Z900RS બાઇકમાં 900CC, લિક્વિડ કૂલ્ડ, ઈનલાઇન ચાર સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યાં છે. આ એન્જિન 111 પીએસ પાવર અને 98.5 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં કંપનીએ પ્રથમ ટ્યૂન્ડ એક્ઝોસ્ટ લગાવ્યું છે, કે જે કંપની પ્રમાણે ખૂબ જ ઓછો અવાજ કરે છે. Z900RSમાં કાવાસાકી ટ્રેક્સન કન્ટ્રોલ, એલઇડી હેડલાઇટ, મલ્ટી ફંક્શન એલસીડી સ્ક્રીન જેવાં ફિચર્સ આપવામાં આવ્યા છે.