રાકેશ રોશન દ્વારા પોતાના પુત્ર રિતિક રોશન માટે અને તેને લઈને બનાવવામાં આવેલી ફિલ્મ કાબિલમાં વધુ એક વળાંક આવ્યો છે. બોલિવૂડની બાર્બી ગર્લ તરીકે ઓળખાતી કેટરીના કૈફ આ ફિલ્મમાં જોવા મળશે.

જાણકારો જણાવે છે કે, કેટરીના કાબિલમાં માત્ર આઈટમ સોંગ કરતી જોવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન સંજય ગુપ્તાએ કર્યું છે. તેઓ જણાવે છે કે ફિલ્મમાં બે આઈટમ સોંગ નાખવાં જોઈએ. આઈટમ સોંગ દ્વારા બોક્સઓફિસ પર કલેક્શન વધે છે. ઉલ્લેખનીય છે કે, તેમની શૂટ આઉટ એટ વડાલામાં ઘણાં આઈટમ સોંગ હતાં.

સૂત્રોના મતે એક આઈટમ સોંગ માટે સની લિયોન સાથે ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ બીજા સોંગ માટે પ્રિયંકા ચોપરાને ઓફર કરી હતી. બોલિવૂડથી ઘણા સમયથી દૂર રહેલી પ્રિયંકાએ આ સોંગ માટે મનાઈ કરી હતી. પ્રિયંકાએ નનૈયો ભણ્યા બાદ હવે આ ઓફર કેટરીનાને કરી છે. તેણે આ માટે હા પાડી હોવાનું જાણવા મળ્યું છે.