કર્ણાટકમાં નવી સરકારમાં જળ સંસાધન પ્રધાન તરીકે કામ કરતાં અને કોંગ્રેસના ‘ચાણક્ય’ ગણાતા ડી કે શિવકુમારે મંગળવારે દિલ્હીમાં કાવેરી મુદ્દે મળેલી એક બેઠકમાં 38 સાંસદોને એક લાખ રૂપિયાના આઈફોન ગિફ્ટ આપ્યા હતા.

26 લોકસભાના સાસંદો અને 12 રાજ્યસભાના સભ્યોને આ ફોન અપાયા. જેમાં બીએસ યેદિયુરપ્પા અને બી શ્રી રામુલુ શામેલ ન હતા. તેમણે ભેટમાં 256 જીબી આઈફોન એક્સ સોગાદમાં આપવામાં આવ્યા. એટલું જ નહિં, સાંસદોને 5 હજાર રૂપિયાની કિંમતની લેધર બેગ પણ આપવામાં આવી. જો કે ભાજપના 18 સાંસદોએ આ બધું લેવાની ના પાડી.

ભાજપે આ ઉપર પંજો કસતા કરતાં, સાંસદ રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કરતાં કહ્યું કે CM એચડી કુમારસ્વામીએ પોતાના સાંસદોને કાવેરી મુદ્દે વાત કરવા માટે બોલાવ્યા તે માટે ધન્યવાદ. તેમણે સવાલ કરતાં કહ્યું કે પણ મોંઘીદાટ ભેટ સોગાદો સાંસદોને કેમ આપવામાં આવી રહી છે? તેમણે કહ્યું કે રાજ્યમાં કર્મચારીઓને એક બાજુ પગાર આપી શકાતો નથી અને તમે જનતાના પૈસે મોંઘી ભેંટ આપી રહ્યાં છો. તેમણે કહ્યું કે હું એ ભેટ તમને પાછી આપું છું.