રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીતનારા નિર્દેશક ક્રિશે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’માં આગળ કામ કરવાની ના કહી દીધી છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીનાં રિલીઝ થવાની છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ક્રિશે આ ફિલ્મ કંગનાનાં ખરાબ વ્યવહાર અને ગાળો બોલવાને કારણે છોડી છે.

બોલીવુડમાં કંગના રનૌત અને વિવાદ એકબીજાનાં પર્યાય બની ગયા છે. પહેલા ઋતિક રોશન સાથે લાંબી કાયદાકીય લડાઈ અને હવે મણિકર્ણિકા ફિલ્મને લઇને કંગના ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતનું નામ સતત ઋતિકની આગામી ફિલ્મ ‘સુપર-30’ માટે ડ્રિસ્ટિબ્યૂટરમાં ખોટો સંદેશ મોકલવાને લઇને પણ લેવામાં આવી રહ્યું છે.

આનંદ કુમાર ઉપર ‘સુપર-30’નાં નામે ભાંડો ફોડવાની સંપૂર્ણ યોજના કંગના અને તેની ટીમનાં દિમાગની જ ઉપજ છે. કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા’ની શૂટિંગ પુરી થઈ ગઈ છે અને છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મનાં પોસ્ટ પ્રોડક્શન દરમિયાન તેના નિર્દેશક ક્રિશ અને કંગના રનૌત વચ્ચે વિવાદનાં સમાચારો હતા.

કંગનાને ફિલ્મનાં ઘણા સીન ઠીક લાગ્યા નહતા અને તે આ સીનને ફરી શૂટ કરાવવા ઇચ્છતી હતી. ફિલ્મી ભાષામાં તેને પૈચવર્ક કહે છે, પરંતુ ક્રિશ શૂટ થયેલા સીનમાં કંઇ પણ અલગથી જોડવા કે ઘટાડવા નથી ઇચ્છતો. ક્રિશ હૈદરબાદ પરત ફર્યો છે.