કમાલ આર ખાને એક પ્રેસ રીલીઝ જાહેર કરીને કહ્યું હતું કે ટ્વિટર ઇન્ડિયા તથા તેના સ્ટાફ મહિમા કૌલ, વિરલ જૈન અને તરનજીત સિંહને મારી વિનંતી છે કે મારું એકાઉન્ટ 15 દિવસમાં શરૂ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે કમાલ આ ખાન તેની એક્ટિંગને લીધે નહી પરંતુ તે તેના વિવાદિત ટ્વિટરને કારણે જ હંમેશાં ચર્ચામાં રહેતો હોય છે.

અને થોડા સમય પહેલા જ તેણે આમિર ખાનની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર પણ કમેન્ટ કરી હતી અને ત્યાર બાદ કેઆરકેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જોકે એ બાબત જાણવા નથી મળી કે આ ફરિયાદ કોણે કરી હતી.

હવે એકાઉન્ટ સસ્પેન્ડ થતા કેઆરકેએ ફરીથી તેને એક્ટિવ કરાવવા માટે તજવીજ હાથ ધરી છે. તેણે પ્રેસ રીલીઝ જાહેર કરીને કહ્યું હતું કે મારું એકાઉન્ટ 15 દિવસમાં શરૂ થઈ જવું જોઈએ નહીં તો હું આત્મહત્યા કરી લઇશ. અને મારા મોત માટે આ લોકો જ જવાબદાર હશે તેણે આ રીલીઝ ટ્વિટર ઇન્ડિયા તથા તેના સ્ટાફ મહિમા કૌલ, વિરલ જૈન અને તરનજીત સિંહને ઉદ્દેશીને લખી હતી.