જિયોએ એક નવો જિયોફોન રિચાર્જ લૉન્ચ કર્યો છે. તેમાં ગ્રાહકોને 28 દિવસ માટે દરરોજ 500એમબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ નવા 99 રૂપિયાના રિચાર્જ પ્લાનને જિયોફોન માટે પહેલા જ લૉન્ચ કરવામાં આવેલા 49 રૂપિયા અને 153 રૂપિયાના રિચાર્જ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કંપની પાસે 594 રૂપિયાનો પ્લાન પણ છે જેમાં 6 મહિના માટે અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે. કંપનીનો દાવો છે કે 99 રૂપિયાના રિચાર્જથી યુઝર્સનો મહિનાનો ખર્ચો 50 ટકા ઘટી જશે.

ઉલ્લેખનીય છે કે 99 રૂપિયાના પ્લાનમાં 500 એમબી ડેટાની સાથે સાથે 300 એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે. સાથે જ તેમાં વૉઇસ કૉલ પણ ફ્રી હશે.