જિયો ગીગા ફાઇબર બ્રૉડબેન્ડ માટે રજીસ્ટ્રેશનની શરૂઆત 15 ઓગસ્ટથી થઇ ચુકી છે. હવે કંપનીએ પ્રીવ્યુ ઑફરની ઘોષણા કરી છે. 90 દિવસ સુધી યુઝર્સને દર મહિને 100 જીબી ડેટા ફ્રી મળશે. તે પણ ત્રણ મહિના માટે. આ દરમિયાન સ્પીડ 100 એમબીપીએસની રહેશે.

ગ્રાહકોના રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કંપની તે જોશે કે કઇ જગ્યાએ તેની સૌથી વધુ માંગ છે. તે પછી તે જગ્યાએ સૌપ્રથમ જિયો ગીગા ફાઇબરની સેવા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જિયો ગિગા ફાઇબરનું રજસ્ટ્રેશન યુઝર્સ માય જિયો એપ સાથે કંપનીની સત્તાવાર વેબસાઇટ jio.com પર પણ કરી શકે છે.

જિયો ગીગા ફાઇબર પ્રિવ્યુ ઑફર હેઠળ તે સંપૂર્ણ રીતે ફ્રીમાં ઇન્સ્ટોલેશન સાથે આવે છે. તેના માટે ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ લેવામાં નહી આવે. ફક્ત ગ્રાહકો પાસેથી સિક્યોરીટી તરીકે 4500 રૂપિયા કંપની લે છે જે રિફંડેબલ છે. તે જિયો બ્રોડબેન્ડ રાઉટર માટે લેવામાં આવે છે.

બ્રોડબેન્ડ સેવાના પ્રીવ્યુ ઑફર પૂરી થયા બાદ જિયો યુઝર્સને પ્રીપેડ પ્લાન્સના બે વિકલ્પ આપવામાં આવશે. તેની ઘોષણા આવનારા દિવસોમાં થશે. જાણવા મળ્યું છે કે હાલ જિયો ગીગા ફાઇબરનું પ્રિપેડ પ્લાન્સ જ આવશે. પોસ્ટપેડ પ્લાન પછીથી લૉન્ચ કરવામાં આવશે.