ટેલિવિઝન એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ કલર્સના નવા શો ‘અધૂરા અલવિદા’માં જોવા મળશે. આ શોનું શુટીંગ શરૂ થઇ ગયું છે. હાલમાં જ આ શોની કેટલીક તસ્વીરો સામે આવી હતી. આ તસ્વીરો જોતાં એવું લાગે છે કે શોમાં અનેક બોલ્ડ સિન પણ હશે.

સોની ટીવીની સિરીયલ ‘બેહદ’માં સાયકો લવરનો રોલ કરી નામના મેળવી ચુકેલી જેનિફર નવા શોમાં રોમાન્ટીક રોલ નિભાવશે. ફોટામાં જેનિફર અને શહેબાન અઝિમ ખુબ નજીક આવતાં જોવા મળે છે. આ શોમાં હર્ષદ ચોપડા અને જેનિફરની મુખ્ય જોડી છે.

શોની કહાની રાજેશ ખન્નાની ફિલ્મ ‘કટી પતંગ’થી પ્રેરિત હોવાનું કહેવાય છે. જેનિફર શોમાં વિધવા મહિલાના રોલમાં છે. ઓકટોબરથી શો શરૂ થઇ જશે.