હોલિવુડ સુપરસ્ટાર તરીકે જાણીતા ચીની સ્ટાર જેકી ચેનની પુત્રી એટા નગ ચક લામના એક ખુલાસાએ સોશિયલ મીડિયા પર ચકચાર જગાવી છે. સોશિયલ મીડિયા પર સક્રિય એટાએ એક પોસ્ટ કરી પોતે એક લેસ્બિયન હોવાની જાહેરાત કરી છે.

એટાએ આ જાહેરાત કર્યા બાદ ચીની કમ્યુનિટીનો ઘણો સાથ મળી રહ્યો છે. ચીની લોકોએ સોશિયલ મીડિયા પર ખુશી જાહેર કરતાં જણાવ્યું હતું કે પહેલીવાર કોઇ સુપરસ્ટારની પુત્રીએ આવું સાહસ કર્યું છે અને પોતાના સેક્સ્યુઅલ પ્રેફરન્સ વિશે જણાવ્યું છે. તને જેમાં ખુશી મળે છે એ જ તું કર.

એટા સાથે જેકી તેમ જ તેના પરિવારે સંબંધ તોડી નાખ્યા છે અને તેને તેના પિતા શું વિચારે છે તેનાથી કોઇ ફરક પડતો નથી. એટાની પાર્ટનર એન્ડી 30 વર્ષની છે.