વધુ એક અભિનેત્રીનું નામ વિદેશી સિંગર સાથે જોડાયું છે. બોલીવુડનાં ‘અન્ના’ સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી વિશે સમાચાર છે કે તે કેનેડિયન સિંગર ડ્રેકને ડેટ કરી રહી છે. ગત દિવસોમાં કીકી ચેલેન્જ ઘણું જ વાયરલ થયું હતુ. ઉલ્લેખનીય છે કે આ ગીતનો સિંગર ડ્રેક જ છે.

એક અઠવાડીયા પહેલા સુનીલ શેટ્ટીએ પોતાનો 57મો જન્મદિવસ મનાવ્યો હતો. અથિયાએ પિતા સાથેનો એક ફૉટો શેર કરતા સુનીલને તેમના બર્થડે પર શુભકામનાઓ આપી હતી. આ દરમિયાન ફેન્સ સાથે ગ્લેમર ઇન્ડસ્ટ્રીનાં સેલેબ્સે પણ સુનીલ શેટ્ટીને શુભકામનાઓ આપી હતી. જો કે સૌથી ખાસ ડ્રેક દ્વારા આ ફૉટો પર કરવામાં આવેલી કૉમેન્ટ રહી. અથિયાનાં ફૉટો પર ડ્રેકે લખ્યું, ‘લીજેન્ડ.’ ત્યારબાદ અથિયાએ ડ્રેકની કૉમેન્ટમાં વાદળી રગંનાં દિલની ઇમોજી પોસ્ટ કરી હતી.

પછી શું હતુ આ ફૉટો પર એક્ટર વરૂણ ધવને પણ કૉમેન્ટ કરતા લખ્યું કે, ‘અમને નહતી ખબર અથિયા કે તુ જ Kiki હતી.’ ત્યારબાદ ડ્રેકે પણ વરૂણની કૉમેન્ટનો જવાબ આપ્યો હતો. અથિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તે પોતાના ફૉટો્ઝ શેર કરતી રહેતી હોય છે. અથિયાનાં ઇન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફૉલોઅર્સ છે.