ચીનનાં હેકર્સ ભારતીય યૂઝર્સનાં વ્હોટ્સએપ એકાઉન્ટને હેક કરી રહ્યા છે. ભારતીય સેનાએ રવિવારના રોજ ચીનનાં હેકર્સોની કરતૂતને ઉજાગર કરતા એક વીડિયોને જાહેર કર્યો છે.

સેનાએ લોકોને આગાહ કર્યા છે કે તેઓ સોશિયલ મેસેન્જર એપ્સને સાવધાની અને સુરક્ષિત રીતે ઉપીયોગ કરે. લગભગ 4 મહિનાઓ પહેલા સેનાએ લાઇન ઓફ એક્યૂલ કંટ્રોલ (LAC) પર તૈનાત સૈનિકોને વ્હોટ્સએપ સહિત ઘણી ખતરનાક એપ્સનો ઉપીયોગ કરવાને લઇ ચેતવણી આપી હતી.

ભારતીય સેનાએ આધિકારીક ટ્વીટર હેન્ડલ એડિશનલ ડાયરેક્ટરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ટરફેસ (ADGPI)થી કરેલ ટ્વીટમાં સોશિયલ મીડિયા યૂઝર્સને હેકીંગનાં ખતરા પ્રત્યે ચેતવ્યા છે. આ ટ્વીટમાં રક્ષા મંત્રાલયને પણ ટેગ કર્યા હતા. ભારતીય સેનાએ ટ્વીટ કર્યુ, સાવચેત રહો, સાવધાન રહો, સલામત રહો. ભારતીય સેના સોશિયલ મીડિયાના યોગ્ય એવમ નિયમબદ્ધ એકાઉન્ટને પ્રોત્સાહિત કરે છે.

સેનાએ સૌને સાવચેત રહેવાની સલાહ આપી છે અને તેમનાથી અપિલ કરી છે કે, તેઓ પોતાના ગ્રુપની નિયમિત રૂપે તપાસ કરતા રહે ક્યાંક +86થી શરૂ થનારા નંબર ક્યાંય તમારા ગ્રુપમાં તો સામેલ નથી. વીડિયોમાં કહેવામાં આવ્યુ છે,’જો તમે સિમકાર્ડ ચેન્જ કરો છો તો તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરો. વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે વ્હોટ્સએપ ગ્રુપમાંથી ચોરી કરેલ માહિતી ચીનનાં હેકર્સ પાસે પહોંચી રહી છે.