પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારત અફઘાનિસ્તાન સાથે મળીને કાબુલ નદી પર બાંધ બનાવવાનું વિચારી રહ્યું છે. આનાથી કાબુલ નદીનુ પાણી સ્થાનિય ઉપયોગ સ્થાનિય સિંચાઇ અને વિજળી પેદા કરવા માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના કારણે કાબુલનું પાણી હવે સીધુ પાકિસ્તાનમાં નહી જાય.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બંને દેશો પૂર્વી અફઘાનિસ્તાનની નદીઓ પર ચેનાબ નદી જેવા પ્રોજેક્ટ્સ દ્વારા તેને શક્ય બનાવવાનું વિચારી રહ્યો છે. અંગ્રેજી અખબાર ‘ઇકૉનોમિક ટાઇમ્સ’ મુજબ ભારતની વધુ ઇચ્છા કાબુલલ નદીમાં એટલા માટે છે કેમ કે, આની ખૂબી કાશ્મીરની ચેનાબ નદી સાથે મળતી આવે છે. બંને નદીઓના વહેણ 23 મિલિયન એકરમાં ફુટનો છે. કાબુલ નદીનું પાણી ક્યાંક પણ રોકાયા વગર સીધુ પાકિસ્તાન પહોંચે છે.

ઉરી હુમલા બાદ ભારતે ચેનાબ નદી પર ચાલતા ત્રણ પ્રોજેક્ટને પાસ કરી દીધા છે. આ પહેલા સીધુ નદી સમજૂતીનો સંદર્ભ આપી પાકિસ્તાન આના પર વિરોધ નોધાવી રહ્યો છે. અફઘાનિસ્તાનની મુખ્ય નદીઓ કાબુલ, કુન્નર અને ચિત્રલના પાકિસ્તાન જવાના અમુક મુદ્દા આંતરરાષ્ટ્રીય નિયમોથી બંધાયેલા છે.