પાકિસ્તાનને ભારતે 6 વિકેટે હરાવી દીધું હતું. જેની ઉગ્ર પ્રતિક્રિયા પાકિસ્તાનમાં ક્રિકેટ ફેન્સમાં જોવા મળી હતી. પાકિસ્તાનની હારને પગલે ફેન્સનો ગુસ્સો અને હતાશા ટીવી સેટ્સ અને ક્રિકેટ બેટ્સ પર જોવા મળ્યા હતા. પાકિસ્તાનમાં ટીવી સેટ્સ તોડી પાડવાની ઘટનાઓ બની હતો.

6759677તો ક્રિકેટ બેટ્સ સળગાવી પાકિસ્તાનીઓએ હારનો માતમ મનાવ્યો હતો. તો પાકિસ્તાનની કેટલીય હોસ્પિટલ્સમાં આ મેચ પહેલા કાર્ડિયો વિભાગમાંથી ટીવી સેટ્સ હટાવી લેવાયા હતા.

કરાચીમાં કેટલાય પાકિસ્તાની ક્રિકેટના ફેન્સે ટીવી સેટ્સ તોડી નાખ્યા હતા. તો મુલતાનમાં ક્રિકેટપ્રેમીઓએ હતાશામાં બેટ્સને આગ ચાંપી હતી. દુનિયા ટીવીને અહમદ ખાન નામના એક ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું કે પાકિસ્તાની મેન્સ ક્રિકેટ ટીમ કરતા વીમેન ક્રિકેટ ટીમ વધુ સારી છે, જેણે હાલમાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હરાવી દીધી હતી.

ગુજરાનવાલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા સરકારી અને ખાનગી હોસ્પિટલના કાર્ડિયો વિભાગમાંથી દર્દીઓમાં હાર્ટની બિમારીના ડરને પગલે ટીવી સેટ્સ હટાવી લેવાયા હતા. ટીવી સેટ્સ હટાવવાનો આ નિર્ણય સ્થાનિક પ્રશાસને ડોક્ટર્સ અને સર્જન્સ સાથે સલાહસૂચન કર્યા બાદ લીધો હતો.