ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને નૉટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 203 રનોથી હાર આપી છે. આની સાથે વિરાટ બ્રિગેડે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં જીતનું ખાતું ખોલાવ્યું છે. ટૉસ હારીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 329 રનનો વિશાળ સ્કૉર ઉભો કર્યો હતો.

જવાબમાં ઇંગ્લિશ ટીમ માત્ર 161 રનો પર સમેટાઇ ગઇ હતી. પહેલી ઇનિંગમાં કેર વર્તાવતા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 5 વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધુ હતુ. આની સાથે ભારતે ઇંગ્લેન્ડની ટીમ પર 168 રનોની લીડ બનાવી હતી.

ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ પોતાની બીજી ઇનિંગમાં 7 વિકેટના નુકશાન પર 352 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી દીધી હતી, આમા ઇંગ્લેન્ડની ટીમને જીતવા માટે 521 રનોનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માત્ર 317 રનો પર જ પાંચમા દિવસની શરૂઆતમાં સમેટાઇ ગઇ હતી, આની સાથે ભારતે આ મેચ 203 રનોથી જીતી લીધી હતી. આ ઇનિંગમાં ઇગ્લેન્ડ તરફથી બટલરે 176 બૉલ પર 21 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા.