હાલમાં જ સલમાન અને કેટરીનાની બહુચર્ચીત ફિલ્મ ‘ટાઇગર જિંદા હે’ નું ટ્રેલર રિલીઝ થયું. જબરદસ્ત એક્શનથી ભરપૂર આ ફિલ્મની એક ખાસ વાત છે ફિલ્મની સ્ટાર કાસ્ટ. કેટરીના અને સલમાનને 5 વર્ષ બાદ જોઇ શકાશે.

ટ્રેલરમાં બન્નેની કેમેસ્ટ્રી ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. ટ્રેલરમાં પાવર પૈક્ડ એક્શન, ગુડ લોકેશન, કેટરી ના-સલમાનના રોમાંચક સ્ટંટની ચર્ચા થઇ રહી છે. પરંતુ અહીં અમે તમને સલમાન-કેટરીનાના એક્શનથી દૂર તેમના રોમાંસને દર્શાવવા જઇ રહ્યા છીએ.

ફિલ્મનું ટ્રેલરમાં 6 વાર એવા સિકવન્સ આવે છે કે જ્યારે બન્નેની કેમેસ્ટ્રી જોવા જેવી હોય છે. લાંબા સમય બાદ ટાઇગર અને જોયાને જોવા ફેન્સ માટે ટ્રીટ જેવું છે. જ્યારે પણ બન્ને સાથે આવે છે. ત્યારે છવાઇ જતા હોય છે.