મુંબઈમાં આજે-મંગળવારની સવારથી વાદળછાયું વાતારણ હતું અને બપોર પછી અનેક વિસ્તારોમાં વરસાદનો આરંભ થયો હતો. ત્યારબાદ વરસાદ સતત વરસતા રહેતાં મહાનગરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.

ઠેર પાણીનો ભરાવો થતાં લોકલ ટ્રેનો અને રસ્તા પરનો વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. બોરિવલી, કાંદિવલી, અંધેરી, ભાંડુપ, મરિન લાઇન્સ અને દક્ષિણ મુંબઇમાં ભારે વરસાદ પડ્યો હતો.

સાંજ સુધી મુંબઇની લાઇફ લાઇન લોકલ ટ્રેન, ટ્રાફિક અને હવાઇ સેવાને કોઇ પણ પ્રકારની અસર ન હતી.. જોકે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા હજુ પણ યથાવત રહી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મુંબઇ, કોંકણ અને ગોવાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ જણાવ્યું હતું કે ભારે વરસાદને લીધે ઉદભવનારી સમસ્યાને પહોંચી વળતા તે સંપૂર્ણપણે સજજ છે. બીએમસીએ નિચાણવાળા વિસ્તારમાં ફરજ બજાવતાં કર્મચારીઓને સાવધ કર્યા છે.