શહેરના થલતેજ વિસ્તારમાં ખૂદ પતિએ જ પોતાની ગર્ભવતી પત્નીની હત્યા કરીને લાશ રેલવે ટ્રેક પર ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પતિએ પત્નીની હત્યા પછી પોતાની પત્ની ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, પતિ અને પત્ની વચ્ચે ગર્ભમાં રહેલા બાળકને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. આ હત્યા પછી પત્નીએ પત્નીનની લાશ ચાંદલોડિયા રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી.

પતિએ ગત 6 ઓક્ટોબરે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસને રેલવે ટ્રેક પરથી ગર્ભવતી યુવતીની લાશ મળી આવી હતી. જે આ ફરિયાદીની હોવાનું જાણવા મળ્યા પછી પોલીસે તેના પતિની ઉલટ તપાસ કરતાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.