નમાઝ બાદ રસ્તેથી પસાર થતા જ થાકી જવુ છું. દૂકાનમાં ઇફ્તાર માટે કેટલીબધી વસ્તુઓ સજાવેલી હતી. મને યાદ નથી કે મે આમાથી કોઇ વસ્તુ ક્યારેય મારા દસ્તરખાન પર આવી હોય. સહરી હું રાતનાં વધેલા ભાત અને મીઠુ ખાઇને કરુ છુ તો ઇફ્તાર ભાત અને લાલ મરચુ ખાઇને. જ્યારે જીભ જવાબ આપી દે તો કોળીયો અંદર ધકેલવા માટે પાણી પી લવું છું.

રમઝાનનો પાક મહિનો સૌ કોઇને એક યા બીજી રીતે અજમાવતો જ હોય છે. રોજા પણ ઘણાં લોકો માટે એક પ્રકારની આજમાઇશ જ છે. મારા માટે રોજા ક્યારેય મુશ્કેલ નથી રહ્યાં, મારે તો રોજ ફાકા (ભુખ્યા) જ ગુજરે છે. ભુખ્યા-તરસ્યા રહેવું મારા માટે કોઇ તકલીફ નથી. મુશ્કેલ ત્યારે થાય છે જ્યારે મહિનાભરનાં રોજેદારને સવાર-સાંજ સ્વાદિષ્ટ ભોજન ખાતા જોવુ છું. ત્યારે કોઇ રીતે કોઇ જ પ્રકારનો સબક કામ આવતો નથી. મનમાં થાય છે બસ કોઇ રીતે આવું ભોજન મને પણ નસીબ થાય.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...