તહેવારના દિવસો ચાલી રહ્યાં છે આપણે ભરપૂર મીઠાઈ, તીખું તળેલું ખાઈ રહ્યાં છીએ અને તેમાં પણ ફટાકડાના ધુમાડાના કારણે શરદી અને ગળામાં મોટાભાગના લોકોને તકલીફ થતી હોય છે.

જો તમને ગળામાં દુખતું હોય કે શરદી થવાની શરૂઆત હોય કે અવાજ બેસી ગયો હોય તો તમારે માટે મીઠાના પાણીના કોગળા અકસીર છે. તો આજે જાણીએ તેના પ્રયોગો.

  • જો તમારો અવાજ બેસી ગયો હોય તો મીઠાના પાણીના કોગળા કરવાથી અવાજ ખુલી જાય છે અને ગળામાં સારું લાગે છે.
  • તમે ગળામાં ખારાશ હોય તો પણ મીઠાના ગાંગણા મોંમાં રાખશો તો પણ ફાયદો થશે.
  • મીઠાનું પાણી એક સારું એન્ટિબેક્ટેરિયલ સોલ્યુશન હોય છે. આ મિશ્રણથી ચહેરો ધોવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત ચહેરાના ડાધ ધબ્બાની સમસ્યા પણ ઓછી થાય છે.
  • મીઠાનું પાણી પીવાથી બ્લડ પ્રેશર સામાન્ય થઈ જાય છે. મીઠું સોડિયમ હોવાથી બ્લ્ડ પ્રેશર વધે છે. ધ્યાન રાખો કે મીઠાની માત્રા એટલી પણ ન હોય કે તેનાથી સ્વાસ્થ્યમાં ગડબડ થઈ જાય. ખૂબ વધારે માત્રામાં મીઠું આરોગ્ય માટે લાભકારી હોય છે. ઓછા બ્લડ પ્રેશરમાં એક ગ્લાસ પાણીમાં ડોઢ ચમચી મીઠું નાખીને પીવડાવી દો.
  • દાંતમાં દુખાવો થતો હોય તો તેમાં પણ મીઠાનું પાણી સારો લાભ આપે છે.