ટીવી સ્ટાર હિના ખાન આજકાલ પોતાના ખતરનાક અવતાર એટલે કે ‘ખતરો કે ખેલાડી સિઝન 8’માં નજર આવી રહી છે. આ સાથે જ ટીવીની દુનિયામાં સૌથી સારી વહુ તરીકે જાણીતી અક્ષરા હવે પોતાના રોલ્સને લઈને એક્સપેરિમેન્ટ્સ કરતી નજર આવશે.

એક રિપોર્ટ અનુસાર હિના હવે જલ્દી જ કલર્સ ચેનલ પર એક શોમાં નજર આવશે જેને રશ્મિ શર્મા પ્રોડ્યૂસ કરશે. ઈન્ડિયા ફોરમની રિપોર્ટ અનુસાર, હિના આવનારા દિવસોમાં એક શોમાં સેક્સ વર્કરનો રોલ નિભાવતી જોવા મળશે. જણાવી દઈએ કે રશ્મિ શર્મા બોલ્ડ સબ્જેક્ટ પર કામ કરવા માટે જાણીતી છે.

હાલમાં જ તેણે ‘શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી’ અને ‘પિંક’થી સૌને ચોંકાવી દીધા હતા. હિનાએ આ દરમિયાન જણાવ્યું હતું કે તેને ઘણા રોલ્સ માટે ઓફર મળી રહી છે પણ તેણે ખતરો કે ખેલાડી શોને પસંદ કર્યો.