મોહમ્મદ શમી પર ફિક્સિંગથી માંડીને બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હોવાના આરોપ મૂકી સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલી હસીન જહાએ મહિને દસ લાખ રુપિયા ભરણપોષણ માગ્યું છે. હસીને આ અંગે કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેણે પોતાના અને દીકરીના ભરણપોષણ માટે આ જંગી રકમ માગી છે.

ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ હસીને દાખલ કરેલા કેસમાં કોલકાતાની અલીપોર કોર્ટે ક્રિકેટર શમી અને તેના સિવાય જે લોકોના નામ આ ફરિયાદમાં છે, તેમને સમન્સ મળ્યાના 15 દિવસની અંદર કોર્ટમાં હાજર થઈ પોતાનું નિવેદન આપવા માટે આદેશ કર્યો છે. હસીનના વકીલે જણાવ્યું હતું કે, તેમણે ઝડપથી સુનાવણી થાય તે માટે પ્રયાસો કર્યા છે. કોર્ટે સામેવાળા પક્ષને નોટિસ પાઠવી હાજર રહેવા આદેશ પણ કરી દીધો છે.

આ કેસની વધુ સુનાવણી આવતા મહિનાની ચોથી તારીખે હાથ ધરવામાં આવશે. મંગળવારે સવારે સાડા દસ વાગ્યે હસીને પોતે કોર્ટમાં આવીને પતિ શમી સામે ફરિયાદ નોંધાવી હતી.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...