હાર્દિક પટેલને આ મામલે જવાબ આપ્યો હતો કે, આજે હું રાહુલ ગાંધીને મળવાનો નથી કે તેમની સભામાં પણ જવાનો નથી. આ ઉપરાંત હાર્દિકે કહ્યું હતું કે હું 2.5 વર્ષ સુધી કોઈ રાજકીય પાર્ટીમાં જવાનો નથી. હું અનામતની લડાઈ લડી રહ્યો છું અને તે નહીં મળે ત્યાં સુધી આ ચાલુ જ રહેશે.

અને જણાવ્યું હતું કે, ગુજરાત માત્ર ભાજપ રાજ્યના રાજકીય એપી સેન્ટર સમાન ગણાતો સુરતનો વરાછા રોડ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે ભાજપના ગઢમાં યોજાયેલી કોંગ્રેસની આ જાહેરસભા સફળ જાય છે કે નિષ્ફળ તેના પર કોંગ્રેસનું રાજકીય ભાવિ આકાર લેશે તેવું જાણકારો કહી રહ્યા છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી કરવામાં લાગી ગયા છે. આ માહોલમાં કોંગ્રેસે રાજકીય પ્રચાર કરવાની પહેલ કરી છે. ત્રણ દિવસની આ યાત્રામાં રાહુલ ગાંધી વિવિધ આઠ સ્થળોએ જાહેરસભા યોજવાના છે. જેમાં સૌથી છેલ્લે આજે 3 જી તારીખને શુક્રવારે સુરતના વરાછા રોડ પરની જાહેરસભા પર સૌની નજર રહેવાની છે.