પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાની પાટણ પોલીસે લૂંટ અને ધાક ધમકી આપવાનાં કેસમાં ધરપકડ કરી છે. બન્નેને પાટણ લઈ જવામાં આવ્યા છે.

પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ પાટણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. લૂંટ અને મારામારીની ફરિયાદ બીજા કોઈએ નહીં પરંતુ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે જ નોંધાવી છે. નરેન્દ્ર પટેલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સહિત 6 જેટલા કન્વીનર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નરેન્દ્ર પટેલે નોંધાવેલી ફરીયાદ બાદ હાર્દિકને આણંદ નજીક હાઈ વે પરથી ઝડપી પાટણ લઈ જવામાં આવ્યો છે. હાર્દિક પટેલ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેને આણંદ નજીક અટકાવી હિરાસતમાં લેવામાં આવ્યો હતો.