જીવનશૈલી હવે ડિજિટલ થઈ રહી છે. બેકિંગથી માંડીને મૂવી ટિકિટ અને ખરીદી સુધીનું તમામ કાર્ય ઓનલાઈન થાય છે. એવામાં હાથમાં પુસ્તક પકડીને માતૃભાષામાં વાંચવું તે ધીમે ધીમે માત્ર એક યાદ બનીને રહી જશે. ગુજરાતના ઈતિહાસ અને સાહિત્યની જાળવણી માટે ડિજિટલી 100 વર્ષથી વધુ જૂના ગુજરાતી ભાષાના પુસ્તકોને સાચવવામાં આવી રહ્યા છે.

આ પુસ્તકો અમદાવાદીઓ દ્વારા ‘પુસ્તકની પરબ’ કેંદ્રોમાં દાનમાં અપાયા છે, તેમાં બાળવાર્તાઓ, જ્યોતિષશાસ્ત્રના પુસ્તકો, આયુર્વેદના પુસ્તકો, આધ્યાત્મિક પુસ્તકો અને દંતકથાઓના પુસ્તકો પણ છે. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને ટકાવી રાખવા માટે માતૃભાષા અભિયાન ટ્રસ્ટે પુસ્તકોનું ડિજિટલાઈઝેશન શરૂ કર્યું છે. માતૃભાષા અભિયાન ટ્રસ્ટ પોતાની વેબસાઈટ પર પુસ્તકો અપલોડ કરે છે જેને કોઈપણ ફ્રીમાં વાંચી શકે છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...