સરકારે દેશમાં ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનો બનાવવા માટે 9400 કરોડ રૂપિયાનું પેકેજ નક્કી કર્યું છે. તે હેઠળ સરકાર તે લોકોને 2.5 લાખ રૂપિયા સુધીની ઈન્સેન્ટિવ ઓફર આપી શકે છે, જો તમે તમારી જૂની પેટ્રોલ અને ડિઝલના વાહનો હટાવશો તો.

તેની સાથે ઈલેક્ટ્રિક અથવા હાઈબ્રિડ વાહનોના પાર્ટ્સ બનાવવાળાને ભારી માત્રામાં ડિસ્કાઉન્ટ મળશે. 1.5 લાખ રૂપિયા સુધીની કિંમતવાળા ઈલેક્ટ્રિક ટુ-વ્હીવર્સ ખરીદવાવાળાને આશરે 30000 રૂપિયાનું ઈન્સેટીવ મળશે. આ સરકાર દ્વારા તૌયાર કરવામાં આવેલી મસૌદા નીતિનો પ્રસ્તાવ છે. તેવામાં ઈલેક્ટ્રિક વાહનો તરફ પોતાની પસંદગી ઉતારનાર ફ્લીટ ઓનર્સ અથવા કેબ એટિગ્રેટર્સ માટે પણ સરકાર વધારે ઈન્સેટિવ આપી રહી છે.

ઈલેક્ટ્રિક કાર ખરીદીને તેને ટેક્સી તરીકે ચલાવનારાને 1.5 થી 2.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ વાહનોની કિંમક 15 લાખ સુધીની હોઈ શકે છે. આ ડિસ્કાઉન્ટ એ ગ્રાહકોને પણ આપવામાં આવશે, જે પોતાની બીએસ-3થી જૂના વાહનોને ભંગારમાં વેચીને નવી ઈલેક્ટ્રિક કાર ખરીદશે. આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તેમની પાસે અપ્રુવ કરેલા સ્ક્રેપિંગ સેન્ટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

આગામી પાંચ વર્ષમાં પેસેન્જર વેહીકલ અને ટુ-વ્હીલર્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં સરકારે 1500 કરોડથી પણ વધારે ખર્ચ થવાનો અનુમાન છે. તેવામાં સરકાર કુલ બજેટમાંથી 1000 કરોડ રૂપિયા દેશભરમા ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે.