અભિનેતા ઇરફાન ખાન અત્યારે ‘ન્યૂરો ઇન્ડોક્રાઇન ટ્યૂમર’ બીમારીનો સામનો કરી રહ્યો છે. ઇરફાન ખાન લંડનમાં આ બીમારીનો ઇલાજ કરાવી રહ્યો છે અને તેના સ્વાસ્થ્યમાં સતત સુધારો આવી રહ્યો છે. આ દરમિયાન તેના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે.

થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ઇરફાને AIBની વેબ સીરીઝ ‘ગોરમિંટ’ છોડી દીધી છે. આ સીરીઝને અમેઝોન પ્રાઇમનાં બેનર હેઠળ બનાવવામાં આવી રહી હતી, પરંતુ બીમારીનાં કારણે આનાથી દૂર થઈ ગયા હતા. આની જાણકારી ઇરફાને ખુદ ફેસબૂક પોસ્ટ દ્વારા આપી હતી.

તો તાજેતરમાં ઇરફાન ખાને જણાવ્યું કે તે જલદી પોતાની નવી શરૂઆત ‘હિન્દી મીડિયમ’ની સીક્વલથી કરશે. ઇરફાન ખાને ‘હિન્દી મીડિયમ’ની સીક્વલની મુખ્ય ભૂમિકા માટે હા કહી દીધી છે. આ ફિલ્મને હોમી અડજાનિયા ડાયરેક્ટ કરશે. ઇરફાનનો છઠ્ઠો અને છેલ્લો કીમો ગત દિવસોમાં કરવામાં આવ્યો હતો.