જૂનાગઢના ગિરનારની પરિક્રમાનો આજથી બે દિવસ વહેલો પ્રારંભ થઇ ગયો છે. આજે જંગલ વિસ્તારમાં અંદાજે એકાદ લાખ યાત્રીકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પહોંચી યાત્રીકોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ વહેતો જોવા મળ્યો હતો.

રૃટ પર રાવટીઓ ખાતે પોલીસ બંદોબસ્ત માટે ફરજ સોંપવામાં આવી હતી. યાત્રીકો માટે અન્નક્ષેત્રો પણ ધમધમતા થઇ ગયા હતા. ગિરનાર પર્વતની પરિક્રમાનો વિધીવત પ્રારંભ દેવ ઉઠી એકાદશીના તા. ૩૧ ના મંગળવારથી થશે. પરંતુ આ વર્ષ પણ દર વર્ષની જેમ પરિક્રમાનો બે દિવસ વહેલો પ્રારંભ થઇ ગયો હતો.

આજે સવારથી યાત્રીકોએ રૃટ પર પહોંચી પરિક્રમા કરવાની શરૃઆત કરી દીધી હતી. વનતંત્રના સુત્રોના જણાવ્યા મુજબ એકાદ લાખ જેટલા યાત્રીકો પરિક્રમા કરવાની શરૃઆત કરી દીધી હતી. વનતંત્રના સુત્રોના જણાવ્યા મુજબ એકાદ લાખ જેટલા યાત્રીકો પરિક્રમા રૃટ પર જતા રહ્યા છે. હજુ યાત્રીકોનું અવિરત આગમન થઇ રહ્યું છે.