પુરુષો અને સ્ત્રીઓ ભાવનાત્મક રીતે એકબીજાથી એકદમ અલગ અલગ છે. આ વિષય પર જ એક સંશોધન બીજું થયું છે જેમાં આ વાત પર જ ભાર મુકવામાં આવ્યો છે. એક સંશોધન પ્રમાણે , મહિલાઓ ઘણી ભાવનાત્મક હોય છે તે પોતાના મનથી વિચારે છે જેના લીધે તે વધારે દુખી થાય છે.

સંશોધનમાં જણાવ્યાં મુજબ તેને જો તેને કોઈ સેક્સયુલી છેતરી જાય તો તેને એટલું નથી લાગતું જેટલું એને કોઈ મનથી ભાવનાઓથી છેતરે તો થાય. જ્યારે પુરુષોના સંદર્ભમાં આ વાત એકદમ ઊંધી હોય છે. તેઓ ભાવનાત્મક છેતરામણીથી એટલા હર્ટ નથી થતાં જેટલાં ફીઝીકલી છેતરામણીથી થાય છે.

સંશોધનમાં એ પણ કેહવામાં આવ્યું છે કે આ વર્ષોથી ચાલું પરંપરાના પરિણામના ભાગરુપે થયું છે. જેના કારણે પુરુષો અને મહિલાઓ વચ્ચે આટલો ફરક છે. સામાન્ય રીતે બાળકો કે જેમાં છોકરી હોય તો છોકરાની સંભાળ એક જ માતા લેતી હોય છે તો પણ તેની સંભાળની સ્ટાઈલ એકદમ અલગ હોય છે.