હિંમત હોય તો જીવનમાં ગમે તે થઇ શકે છે. પછી ગમે તેવું કઠિન કામ કેમ ન હોય. આવું જ કંઇક એક માસુમ બાળકીએ કરી બતાવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં આ માસુમ બાળકી પોતાની હિંમત અને જુસ્સા સાથે દીવાલ પર સડસડાટ ચડી જાય છે.

સામાન્ય રીતે સપાટ દીવાલ પર ચડવું આસાન નથી હોતું પણ એક બાળકીએ આ કામ કરી બતાવ્યું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક માસૂમ બાળકી ઘરમાં રૂમની દીવાલ પર એવી ચઢી જાય છે કે, જોનાર પણ દંગ રહી જાય છે.

એક સમયે તો વીડિયો નિહાળ્યા બાદ એવું લાગે છે કે, આ પાંચ-છ વરસની બાળકી કોઇપણ પ્રકારના સપોર્ટ વગર કેવી રીતે દીવાલ પર ચઢી જતી હશે. પરંતુ, આ બાળકીની હિંમતને બિરદાવવી પડે તેવી છે.