સોશિયલ મીડિયાની એક ખાસીયત છે કે તે સારા કે ખરાબ દરેકને વ્યક્ત થવાનું પ્લેટફોર્મ પુરુ પાડે છે. જેમાં એક નવી સોશિયલ મીડિયા સેન્શેશનનો ઉમેરો થયો છે. એ છે પોટેટો સોંગની ગાયક લૌરા ક્લેરી.

જાણકાર લોકો જેને ક્રીંજ પોપ એટલે કે વાહિયાત મ્યુઝિક કહે છે તે પણ એક કેટેગરી છે. ગાયકીની જો તમે બેસુરુ, કાન ફાડી નાખે તેવું ગાઈ શકતાં હો તો તમારું પણ એક સ્થાન છે. અને આવું સ્થાન લેવાં વાળી આ વ્યક્તિ છે લૌરા ક્લેરી.

આ યુવતીને પોટેટો ખુબ જ પસંદ છે. તો તેણે પોટેટો ઉપર જ સોંગ બનાવી કાઢ્યુ. આ એક મિનિટનો વિડિયો તેનાં લિરિક્સ અને ઈમેજ માટે જ ત્રાસદાયક છે કે તમે પણ કહી શકો બસ કરો આ ને તો તમારા કોઈ મિત્ર હોય જેને તમે આ પ્રેંક કરવાં માંગતા હો તો તેને આ મોકલો. હા પણ સબુર આ સિંગરથી ઢીંચાક પુજાએ સાવધાન થઈ જવાંની જરુર છે તેને કોંમ્પિટીશન આપવાં કોઈ તો આવી ગયું છે.