અમેરિકાના મેનહટ્ટનમાં ટ્રક ફરી વળતા આઠ જણાંના મોત થયા છે અને 11ને ઈજા થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે હડસન નદી કાંઠે મોટરસાયકલ માટેના રસ્તા પર એક વ્યકિત કાર હંકારી ગયો હતો અને અનેક લોકોને અડફેટે લીધા હતાં.

ન્યૂયોર્કના મેયર આ ઘટના આતંકી હોવાનું જણાવ્યું છે. આ ઘટના મંગળવારની છે. ન્યૂયોર્ક પોલીસે ટ્રક ચાલક 29 વર્ષના સૈફુલો સાઈપોવને ઝડપી લીધો છે. નિર્દોષ લોકોને કચડી નાખ્યા પછી સૈફુલો ટ્રક પાસે એક પત્ર મુકી ગયો હતો, જેમાં તેણે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરી છે.

આથી તે આઈએસ સાથે સંકળાયેલો હોવાનું મનાય છે. આટલું જ નહીં નજરે જોનારાઓએ જણાવ્યું છે કે તેમણે હુમલાખોરને ટ્રક હંકારતી વખતે અલ્લાહો અકબર જોરજોરથી બોલતાં સાંભળ્યો હતો.