જામનગરમાં હાલ દૈનિક પાણીની જરૂરીયાત વધી છે. ત્યારે કમિશનર અને કાર્યપાલક ઇજનેર દ્વારા શહેરને દૈનિક વધારાનું 15 એમએલડી પાણીના સ્થાને 40 એમએલડી પાણી મેળવવા માટે પાઇપલાઇન નાંખવા માટેની યોજના અમલમાં મુકવામા આવી છે. તેના માટે 61 કરોડ જેટલો ખર્ચ મંજૂર કરવામા આવ્યો છે.

સરકાર દ્વારા જામનગર શહેરની યોજના માટે આજી-3 ડેમથી જામનગર સુધી 51 કિલોમિટરમાં 700 એમએમની પાઇપલાઇન નાંખવામાં આવશે. સાથે પાઇપલાઇન દ્વારા આજી-3 ડેમમાંથી દૈનિક 40 એમએલડી પાણી લેવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

પાઇપલાઇન નાંખવા ઉપરાંત પમ્પીંગ સ્ટેશન બનાવવા , પમ્પીંગ મશીનરી , ડેમની અંદર ઇન્ટેક ટાવર જેવા અનેક કાર્ય કરવા માટે 61 કરોડ જેટલો માતબર ખર્ચો સરકારની “અટલ મિશન અર્બન રિન્યુએબલ “એટલે કે અમૃત યોજના હેઠળ મંજૂર કરવામા આવ્યો છે. જામનગર જિલ્લાના સણોસરા ગામમાં સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. યોજનામાં આજી-3 ડેમ હમેશા ભરાયેલો રહેવાનો છે.