અમેરિકાના રાષ્ટ્રરપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 12 જૂનના રોજ સિંગાપોર ખાતે ઉત્તર કોરિયના તાનાશાહ કિમ જોંગ ઉનને મળશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે કહ્યું હતું કે તે કોરિયાઈ દ્વિપકલ્પમાં પરમાણુ નિસસ્ત્રીકરણના મુદ્દા પર ચર્ચા કરવા માટે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે.

આ પહેલા ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવ્યા પછી દક્ષિણ કોરિયાઈ મૂળના ત્રણ અમેરિકી નાગરિક અમેરિકા પાછા ફર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલા ત્રણે અમેરિકનનું વોશિંગ્ટન ખાતેના એરપોર્ટ પર મુલાકાત કરી હતી.

ટ્રમ્પ અને તેની પત્ની મેલાનિયા હેલિકોપ્ટરથી જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પહોંચ્યા હતા અને તેણે કિમ ડોંગ ચુલ, કિમ હૈક સોંગ અને ટોની કિમનું સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત પછી તેમએ કિમના આ પગલાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, એવું માનવામાં આવી રહ્યું હતું કે અમે બેઠક દરમિયાન આ ત્રણ લોકોને છોડાવવાની વાત અંગે ચર્ચા કરશું અને બેઠક પછી તેમને પાછા લાવશું. પરંતુ બેઠક કરવા પહેલા તેમણે તેમને છોડી દીધા તે ઘણી સારી વાત છે. મને નહીં લાગી રહ્યું હતું કે તેમને છોડાવવા સફળ રહેશે પરંતુ તેમણે આ કરીને બતાવ્યું.