ડોનાલ્ડ ટ્રમ્પની ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે દુશ્મની કોઇ નવી વાત નથી. રાષ્ટ્રપતિ બન્યા પહેલા પણ ટ્રમ્પ ઘણા મોકાઓ પર એમેઝોનની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવી ચૂક્યા છે. પરંતુ આ વખતે ટ્રમ્પે એમેઝોનને લઇ જે કંઇ કર્યુ છે તેના કારણે ન માત્ર એમેઝોન કંપનીને પરંતુ દુનિયાના સૌથી અમિર વ્યક્તિ જેફ બેજોસને પણ દંગ કરી દીધા છે.

ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવાર 29 માર્ચે એક ટ્વીટ કર્યુ જેમા તેમને એમેઝોન કંપની પર 3 ગંભીર આરોપ લગાવ્યા છે. ટ્રમ્પે ટ્વીટ કર્યુ, મેં એમેઝોન કંપનીને લઇ ચૂંટણી પહેલા પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ કંપની રાજ્ય અને કેન્દ્ર સરકારને ખુબ જ ઓછૂ અથવા એમ પણ કહી શકાય કે, ટેક્સ આપતી જ નથી. સાથે જ તેઓ અમારી પોસ્ટ સિસ્ટમને પણ પોતાના ડિલિવરી બોય માફક ઉપયોગ કરે છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...