તમારી મુસ્કાન તમારા મૂડને જ નહીં પરંતુ તમારા સંબંધને પણ મજબૂત બનાવે છે. સ્વાસ્થ્ય માટે પણ હસવુ સ્વાસ્થ્યવર્ધક છે. એક અભ્યાસ પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે આપણી નિર્દોષ મુસ્કાન અજાણી વ્યક્તિઓને પણ નજીક લાવે છે. આ સાથે તમારા સાથી સાથેના નવા સંબંધ બનાવવામાં પણ મદદ કરે છે.

અભ્યાસમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, મુસ્કાન સાચ્ચી હોવી જોઈએ કારણકે વ્યક્તિ ખોટી સ્માઈલને તરત ઓળખી લે છે. આ વિશે રિસર્ચરોએ વધુમાં જણાવ્યુ હતુ કે, સાથી પોતાના પાર્ટનરની ખોટી સ્માઈલને તરત ઓળખી લે છે.

શરીરમાં પેટ અને છાતીની વચ્ચે એક ડાયાફ્રોમ હોય છે, જે હસતી વખતે ધબકવાનું કાર્ય કરે છે. એટલા માટે પેટ, ફેફસા અને જઠરની માલીશ થઇ જાય છે. હસવાથી ઓક્સિજનનો સંચાર વધુ થાય છે અને દુષિત વાયુ બહાર નીકળી જાય છે.